રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગને અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરવા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિવિધ વાહનો ફાળવવામાં આવ્યા છે.
જે અંતર્ગત પાટણ જિલ્લા પોલીસને પણ બે વાન ફાળવવામાં આવી છે.જેને આજરોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આ બન્નો વાનને ટ્રાફિક પોલીસને સુપ્રત કરવામાં આવી છે. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પાટણ જીલ્લામાં હાઈવે માર્ગ પર વધી રહેલા અકસ્માતને લઈને રાજ્ય સરકાર દ્વારા બે મહત્વની વાન ફાળવવામાં આવી છે.
જે અંતર્ગત વાહનોની સ્પીડ માપી શકાય અને ઓવર સ્પીડમાં જતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત હાઈવે માર્ગો ઉપરના ગંભીર પ્રકારના અકસ્માતોમાં પેસેન્જરોને ગાડીમાંથી બહાર કાઢવા અને નુકસાન થયેલી ગાડીને ટોઈંગ કરવાની વ્યવસ્થા પણ આ વાનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિતના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.