શિનોર(Sinor) તાલુકાના એક ગામે તરૂણીને લગ્નની લાલચ આપી ભગાડી જતા શિનોર પોલીસ મથકે 363, 366 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં શિનોરના માલસર ગામેથી સગીરાને ભગાડી જનારને પોલીસે સકંજામાં લીધો છે. કરજણ સી.પી.આઈ.આર.કે રાઠવા પાસે તપાસમાં આવતાની સાથે જ પોલીસ દ્વારા તરૂણીને ભગાડી જનારને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયો હતો.
પોલીસે બાતમીના આધારે શિનોર તાલુકાના ખેતર વિસ્તારમા આવેલ ઓરડીમાંથી ઝડપી લીધો હતો. ભગાડી જનાર ઈસમ તેમજ તરૂણીના મેડિકલ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ દ્વારા કલમો ઉમેરો કરવા તજવીજ હાથ ધરાઈ છે. 376 (2 N) (3), પોક્સો એક્ટ કલમ 5 (L) 6 પોલીસ દ્વારા કલમો ઉમેરવા તજવીજ હાથ ધરાઈ છે. તરૂણી મેડિકલ સારવાર હેઠળ છે. તરૂણી સાથે અગાઉ પણ અવાર-નવાર મરજી વિરૂધ્ધ કૃત્ય કરેલ હોવાનું પણ સામે આવ્યું છે.