પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના બહુચર્ચિત એમબીબીએસના ગુણ સુધારણતા કૌભાંડની તપાસ બાદ ઉચ્ચ શિક્ષાણ કમિશ્નર દવારા સાત દિવસમાં કુલપતિ જે.જે.વોરા સહિત તમામ સાત સભ્યો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપતાં યુનિવર્સીટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ત્યારે આજરોજ એનએસયુઆઈ દવારા યુનિવર્સીટીમાં આવતાં કુલપતિ જે.જે.વોરાનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થી પાંખને દબાવવાના કુલપતિએ પ્રયત્નો કરી અવાજ નીચો રાખવા જણાવતાં વિદ્યાર્થી આગેવાનોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
અને એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ દાદુસિંહે કુલપતિને જણાવ્યું હતું કે તેઓના કન્વીનર હેઠળ યુનિવર્સીટીમાં મસમોટો કૌભાંડ થયો હોવા છતાં અને ડો.જે.જે.વોરા કસુરવાર સાબિત થયા હોવા છતાં વિદ્યાર્થીઓને દબાવવાના પ્રયત્નો કરે તે કેટલે એશં વ્યાજબી કહેવાય? તેવું જણાવતાં તેઓ ચૂપકીદી સેવીને પોતાની ચેમ્બરમાં દોડી ગયા હતા.
તો યુનિવર્સીટી ખાતે કુલપતિ આવતા જ તેઓની સમક્ષા જ સૂત્રોચ્ચાર કરી શિક્ષાણ કે દલાલો કો જૂતો મારો સાલે કો જેવા સૂત્રોચ્ચાર કરી તેઓનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બાબતે યુનિવર્સીટીના સેનેટ સભ્ય શૈલેષ પટેલે આગામી કારોબારીમાં આ બાબત અંગે યોગ્ય નિર્ણય લઈ કસુરવારો સામે યોગ્ય પગલા ભરવા ઠરાવ કરવા જણાવ્યું હતું.