ગોધરા(Godhra) ટ્રાફિક શાખાનો કોન્સ્ટેબલ રીક્ષા ચાલક પાસેથી 500 રૂ.ની માંગણી કરતો વિડિયો સોસિયલ મિડીયામાં વાઇરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. વાઇરલ વિડીયો(Viral Video)માં ગોધરાના પોપટપુરા પાસેના રોડ ઉપર દેવગઢ બારીઆની થ્રી વ્હીલ રીક્ષાને રોકીને રીક્ષા ચાલક પાસે ટ્રાફિક કોન્સ્ટેબલ તમામ પુરાવા હોવા છતાં 500 રૂ.ની માંગણી કરી હતી. રીક્ષા ચાલકે 500 રૂ. આપ્યા બાદ કોન્સ્ટેબલે બિભત્સ અપશબ્દો બોલ્યા હતા.
રીક્ષા ચાલકે 2000ની પહોચ આપવાનુ કહેતાં કોન્સ્ટેબલે પહોચ આપ્યા વગર 2000 માંગ્યા હતા. રીક્ષા ચાલકે પહોચની માંગણી કરતાં રીક્ષા ચાલકને માર મારીને પોલીસને શોભે નહિ તેવી બેફામ ગાળો બોલતો વિડીયો સિસિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. રીક્ષા ચાલકે ટ્રાફીક કોન્સ્ટેબલ વિરુદ્ધ એન્ટી કરપ્શન(Anti Corruption) વિભાગમાં લેખિત કરેલી અરજી પણ વાઇરલ થઇ હતી. વાઇરલ વિડીયોમાં 500 રૂ.ની માંગણી કરતો કોન્સ્ટેબલ ગોધરા ટ્રાફીક શાખાની ગાડીનો ડ્રાઇવર મહેન્દ્રભાઇ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે.
વાઇરલ વિડીયોને લઇને પોલીસ વડાએ તાત્કાલીક અસરથી ટ્રાફીક કોન્સ્ટેબલની હેડ કવાર્ટર વિભાગના એમ.ટી વિભાગમાં બદલી કરીને તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ કરી હોવાનું જણાવ્યું હતુ. જયારે સોસિયલ મિડીયા વાઇરલ વિડીયોને લઇને ટ્રાફીક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવીને હાઇવે પર અને ગોધરામાં ખરીદી કરવા આવતાં ગ્રામજનોને ટ્રાફીક પોલીસ દ્વારા એક જ વિસ્તારમાં ઉભા રહીને કાર્યવાહી કરતા હોવાની પણ ચર્ચા શહેરમાં થઇ હતી.