Std. 1 to 5 schools will be started in Gujarat : ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આજે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છેત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.
સુરતમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે દિવાળી વેકેશન પૂરું થઈ રહ્યું છે ત્યારે આવતી કાલથી જ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવામાં આવશે.
બાળ મંદિરને લઈને જીતુ વાઘાણીએ કહ્યું છે કે અમે અત્યારે ધોરણ 1થી 5ની જાહેરાત કરી શકીએ, બાકી આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ ખૂબ ડિમાન્ડ હતી, ધારાસભ્યોશ્રીઓનો આગ્રહ હતો અને મને તો નાના છોકકાઓનાં પણ ફોન આવતા હતા કે સાહેબ અમારે શાળાએ જવું છે.
વાઘાણીએ કહ્યું કે ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ ન આવે તેવી પ્રાર્થના કરીએ અને વિકાસની ગતિ ચેતનવંતી રહે. કોરોનાની વેક્સિન બાકી હોય તો વેક્સિન પણ લઈ લેજો.