ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામે 1 કરોડની ખંડણી મોકલાવી દેવાની સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. જેમાં બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરીને ખુલ્લેઆમ ધમકી આપી છે.
વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ એ 11 દિવસની અંદર અને 5 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે અને જો તેઓ 1 કરોડ નહિ મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રી અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો સોશિયલ મીડિયોમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપી રહ્યા છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું હતું કે, “માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપૂ… તેમને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો છે.
તેમણે સીએમને ધમકી આપતા જણાવ્યું છે કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ, અને તમે (CM ભૂપેન્દ્ર પટેલ) પણ અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાઈ હતી. તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ… એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલી અને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપૂ બોલું છું. મહેશ ભગત….”