પોતાની કામગીરી કાળી પટ્ટી ધારણ કરી ચાલુ રાખી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ..
રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કરાર આધારીત પાટણ જીલ્લા એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ માં ફરજ બજાવતા એ.આર.ટી. સેન્ટર અને ઓ.એસ.ટી. સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના પગારની અસમાનતા દુર કરવામાં આવે તેવી માંગ સાથે કરાર આધારીત કર્મચારીઓએ ફરજ પર હાજર રહી કાળી પટ્ટી ધારણ કરી જીલ્લા પ્રશાસનને બુધવારના રોજ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ કંટ્રોલ દિન નિમિત્તે સમાનતાનું સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલના નેજા હેઠળ રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાના પગારમાં રહેલી અસમાનતાને દુર કરવા આજે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ પર હાજર રહી પગાર સુધારણા સેલેરી બાબતે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી .
જેમાં જણાવ્યું હતું કે , ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારીત કર્મચારીઓ છેલ્લા ૧૮ વર્ષથી જાહેર આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવી રહયા છે . પાટણ જીલ્લામાં પણ આશરે ૧૨૦૦ જેટલા કર્મચારીઓ એચઆઇવી પ્રિવેન્શન કંટ્રોલ માટે પોતાની કામગીરી બજાવી રહ્યા છે . ત્યારે આ કર્મચારીઓને પગાર સુધારણા સેલેરી રિવિઝન કરીને એપ્રિલ ૨૦૨૦ થી ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.