- નવીન વિકસિત વિસ્તારોમાં નવીન પાઈપ લાઈનો નાંખવી, જજૅરીત બનેલ પાઈપ લાઈનો બદલવા સહિત નવીન ચાર સબમર્સીબલ પંપો અને ૧૫ લાખ લીટર ની ઓવર હેડ ટાંકી નું કામ કરાશે.
પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા શહેરના નવીન વિકસિત વિસ્તારોમાં નવીન પાણી ની પાઈપ લાઈનો નાંખવા તેમજ જજૅરિત બનેલ પાણી ની પાઈપ લાઈનો બદલવા સહિત શહેરના ચાર વિસ્તારોમાં સબમર્સીબલ પંપ કાયૅરત બનાવવાની સાથે ફિલ્ટર પ્લાન્ટ નજીક ૧૫ લાખ લીટર ની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી ઉભી કરવાનું કામ અને ફિલ્ટર પ્લાન્ટ અંદરની જજૅરિત પાઇપો બદલવા માટે નાં કામ મળી અંદાજિત રૂ.૫.૫૦ કરોડના કામો માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ જે પૈકી મળેલ ટેન્ડર પૈકી ની એક એજન્સી ને ઉપરોક્ત તમામ કામો માટે બુધવારના રોજ વકૅ ઓડૅર આપવામાં આવ્યા હોવાનું વોટર વકૅસ શાખા ના ચેરમેન દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું.
વોટર વર્કસ શાખાના મહત્વના ચાર કામો માટે અપાયેલા વકૅ ઓડૅર બાબતે માહિતી આપતા શાખા ના ચેરમેન દીક્ષિત ભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં દિન પ્રતિદિન વિકાસ અને વિસ્તાર વધી રહ્યો છે ત્યારે પાટણ શહેરના નવીન વિકસિત વિસ્તારોમાં પાણીની નવિન પાઈપલાઈનો નાંખવા માટે તેમજ શહેરના ૮૦ જેટલા વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનો કે જે જર્જરિત બની હોય તેને બદલી નવીન પાઈપલાઈન નાંખવાની કામગીરી સહિત શહેરના ચારે તરફના વિસ્તારમાં ચાર નવીન સબમર્સીબલ પંપ કાયૅરત બનાવવાની સાથે શહેરના સિદ્ધિ સરોવર નજીકના ફિલ્ટર પ્લાન્ટ ની જગ્યા નજીક નવીન ૧૫ લાખ લીટરની કેપીસીટિ ધરાવતી ઓવર હેડ ટાંકી બનાવવા તેમજ ફિલ્ટર પ્લાન્ટ અંદરની જજૅરિત પાઇપો બદલવા માટે નાં અંદાજિત રૂ.૫.૫૦ કરોડ નાં કામો નાં વકૅ ઓડૅર જે તે એજન્સી ને આપવામાં આવ્યા છે
ટુંક સમયમાં પાટણ નગરપાલિકાના વોટર વકૅસ શાખાના મહત્વના કામો પૂર્ણ થતાં શહેરીજનો ને શાખાની સુવિધાઓ નો લાભ મળશે તેમ તેઓએ જણાવ્યું હતુ.