ઓમિક્રોન વેરિઅન્ટના ફફડાટ વચ્ચે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે મંગળવારે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત પણ વધી છે. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત 49,705 રૂપિયા પર પહોંચી છે. બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ આજે 0.15 ટકાનો વધારો જોવા મળ્યો છે. 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 62,397 રૂપિયા જોવામાં આવી છે.
વૈશ્વિક બજાર
વૈશ્વિક બજારમાં સોનાની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડની કિંમત $1,809.67 પ્રતિ ઔંસ જોવા મળી હતી. કિંમતમાં 0.1% નો વધારો નોંધાયો છે. યુએસ ફ્યૂચર ગોલ્ડમાં પણ 0.1% નો વધારો નોંધાયો છે. સોનાની કિંમત $1,810.60 પ્રતિ ઔંસ જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોમવારે સોનાની કિંમત છેલ્લા એક અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી. વિશ્વરભરમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ વચ્ચે સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે.
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.