સમાજના આગેવાનો અને યુવાનો એ સ્વેચ્છાએ રક્તદાન કરી ૩૫ બોટલ એકત્ર કરી.
પાટણ ઔદિચ્ય પ્રગતિ મંડળ તળ સમાજ દ્વારા રવિવાર નાં રોજ શહેરના પાલડી સ્થિત પ્રસિદ્ધ શ્રી જાળેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સ્નેહમિલન કાર્યક્રમ અને સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલડી જાળેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આયોજિત કરાયેલા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના આગેવાનો અને યુવાનો એ સ્વૈચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કરી અંદાજીત ૩૫ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં રોટરી કલબ પાટણ દ્વારા સંચાલિત એસ કે બ્લડ બેંક સ્ટાફ પરિવાર અને રોટરી કલબ પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.