પાલનપુરમાં ખાનગી ફાયનાન્સ કંપનીની મનમાની સામે વાહન માલિક મજબુર બન્યો છે હપ્તા ભરવા છતાં ઈકો ગાડી ફાયનાન્સ કંપનીના લોકો ખેંચી જતા હવે પોતાનું વાહન લેવા માટે માલિક હવે ફાયનાન્સ કચેરીના ધક્કે ચડ્યો છે.
થોડા દિવસો પહેલા ડીસા આખોલ ચોકડી નજીકથી ઈકો ગાડીને ફાયનાન્સ કંપનીના લોકો ચાલક પાસેથી કબ્જો લઈ ખેંચી ગયા હતા જોકે ઈકો ગાડીના માલિકનું માનીએ તો હપ્તા સમયસર ભરવા છતાં પણ વાહન ખેંચી ગયા છે અને હવે કચેરીના ધક્કા ખાવા છતાં વાહન પરત આપવા ફાયનાન્સ કંપની ગોળ ગોળ જવાબ આપી રહી છે.
જોકે ફાયનાન્સ કંપનીની મનમાનીથી કંટાળી વાહન માલિકે પોતાનું વાહન મેળવવા માટે ગ્રાહક સુરક્ષા કચેરીએ ફાયનાન્સ કંપની સામે ફરીયાદ કરી ન્યાયની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે પરિવારનું ગુજરાન ચલાવવા નાના ધંધાર્થીઓ રાત દિવસ મહેનત કરી પરિવારનું પેટ ભરતા હોય છે ત્યારે આવી ફાયનાન્સ કંપનીઓ માનવતાં નેવે મૂકી મનમાની ચલાવી ગરીબ લોકોની રોજીરોટીનું સાધન ખેંચી લઈ તેને રોડ પર લાવી મુકતા હોય છે. ત્યારે આવી ફાયનાન્સ કંપનીઓ સામે કડક કાર્યવાહી થાય તે ખુબ જ જરૂરી છે.