આ મારું સન્માન નહીં પરંતુ સંસ્કૃત ભારતી થકી માઁ ભારતી માટે મારી સેવા નું સન્માન છે. મારો આ એવોર્ડ હું માઁ ભારતી ના ચરણો માં સમર્પિત કરું છું : ડો. કુંજલ ત્રિવેદી
મૂળ રાજકોટના વતની સમગ્ર બ્રાહ્મણ સમાજનું ગૌરવ એવા બ્રહ્મ નારી રત્ન એવા ઉત્તર ગુજરાત ના સંસ્કૃત પ્રોફેસર અને રાજકોટ બ્રાહ્મણ સમાજના મહિલા અગ્રણી ડૉ. કુંજલબહેન ત્રિવેદી ને વડોદરા મહાનગર દ્વારા બેસ્ટ પ્રોફેસર 2021 ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. જે સમગ્ર બ્રાહ્મણ સમાજ નું અને શિક્ષણ જગત નું નામ રોશન કર્યું છે.
વંદેમાતરમ મંચ ના શિક્ષણ વિભાગ ના રાષ્ટ્રીય મહાસચિવ અને સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી ને વડોદરા ખાતે તા.30/12/2021ના રોજ ગુજરાત સીને મીડિયા થી બેસ્ટ પ્રોફેસર ઓફ ગુજરાત ના સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021 થી સન્માનિત કરવામાં આવ્યા.
વડોદરાના આંગણે રાજકોટ ગુજરાત ને ગૌરવ અપાવનાર ડૉ કુંજલ ત્રિવેદી ને સાહિત્યકાર, પત્રકાર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ કલાકાર કસબીઓ, , શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ઉધોગિક સાહસિકો માટેનો એવોર્ડ સમારોહ માં સમાજની વિશિષ્ટ સેવા ઓ માટે ગુજરાત સીને સ્પેશ્યલ એચીવમેન્ટ એવોર્ડ- 2021થી સન્માનિત કરવા બદલ ગ્રેવા ફિલ્મ પ્રોડક્શન દ્વારા પંડિત દીનદયાલ હોલ આજવા રોડ વડોદરા ખાતે તેઓનું સન્માન મહેશ સવાણી ઉદ્યોગપતિ સુરત જેઓના દ્વારા ૪૫૦૦ જેટલી કન્યાઓ નું કન્યાદાન કરાયું છે એવા અને લોક પ્રિય કવિ લેખક નૈષધ મકવાણા પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસ નું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતા.
ડૉ કુંજલ ત્રિવેદી મૂળ તો રાજકોટ ના વતની છે. માઁ ભારતી માટે સંસ્કૃત ભારતી પુર્ણકાલીન સમર્પિત રાષ્ટ્રીય સેવિકા છે. ડૉ કુંજલ ત્રિવેદી રાષ્ટ્ર ભક્ત છે. ડૉ કુંજલ ત્રિવેદી પોતાના સ્વ ખર્ચે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ માં પણ સાલ સક્રિય છે. સાથે સાથે ડૉ કુંજલ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટી ના સમર્થક મહિલા કાર્યકર્તા તરીકે પણ પોતાની ફરજ બજાવી રહિયા છે.
ડૉ કુંજલ ત્રિવેદી સામાજિક સંસ્થા વંદે માતરમ્ મંચ શિક્ષા વિભાગ ના મહા સચિવ ગુજરાત છે. ડૉ કુંજલ ત્રિવેદી બહુમુખી પ્રતિભા ના સ્વયં ધની છે. માટે જ અલગ અલગ અનેક સેવાકીય સંસ્થાઓ માં પોતાના ખર્ચે નિઃ સ્વાર્થ કર્યો કરતા રહે છે. સંસ્કૃત ના પ્રોફૅસર તરીકે બનાસકાંઠા ના પાટણ ખાતે ફરજ બજાવે છે. તેઓ સંસ્કૃત ભાષા જન જન સુધી પહોંચે અને દેવભાષા ના પ્રચાર પ્રસાર ને સંવર્ધન નું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે જે વંદન અભિનંદન અને સરાહનીય કાર્ય થકી બિરદાવા યોગ્ય છે. તેઓ સમાજ માં દેશ માં લોકો સુશિક્ષિત થાય અને દેશ ની જનતા થકી સરકાર ના અનેક લાભો મેળવી વિકસિત સરકાર બને સુશાસન માં જનતા હર હંમેશા સરકાર ના સમર્થક માં રહે તે ઉદેશ્ય થી ખૂબ સેવા આપી જન જન માં જન જાગૃતિ અભિયાન ચાલવી રહિયા છે. સાથે સાથે તેઓ કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન મહિલા સમિતિ ના ગુજરાત પ્રદેશ ના પ્રમુખ છે.
સહકારભારતી ના પાટણ જિલ્લા મહિલા અધ્યક્ષા અને ભૂદેવ સમિતિના રાજકોટ ના અધ્યક્ષ, પ્રોગ્રામ ઓફિસર સહકાર ભારતી ડૉ કુંજલ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, એન એસ એસ, સાંસ્કૃતિક પ્રોગ્રામ ઓફિસર ને પ્રમુખ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ડૉ કુંજલ ને અભિનંદન પાઠવવામાં હતા.
