ઝડપાયેલા અપહરણકતૉ સામે સમી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પાટણ જિલ્લા ના તાલુકા મથક સમી મુકામેથી અપહરણ થયેલ બાળકી સાથે અપહરણકતૉ આરોપીને ગણતરીના દિવસોમાં સમી પોલીસે ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા માંથી ગુમ-અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકે સુચના કરેલ હોઇ જેને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક એચ.કે.વાઘેલા રાધનપુર ડિવીઝનના માર્ગદર્શન હેઠળ સમી પોલીસ દ્વારા સમી પો.સ્ટે. માં નોધાયેલ ગુનાના આરોપી ઠાકોર દિલીપજી ચમનજી રહે.ખિજડીયારી તા.શંખેશ્ર્વર જી.પાટણવાળો સમી ગામની ૧૫ વર્ષિય દિકરીને ગત તા.૦૯ જાન્યુઆરી ના રોજ અપહરણ કરી નાસી ગયેલ જે આરોપી ઠાકોર દિલીપજી ચમનજી રહે.ખિજડીયારી તા.શંખેશ્ર્વર જી. પાટણ વાળા ને સમી પોલીસે ગણતરીના દિવસો બાળકી સાથે આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.