પસૅ માંથી પૈસા સેરવી ફરાર થયેલ મહિલા સીસીટીવી કેમેરા માં જોવા મળી.
પાલૅર સંચાલક મહિલા દ્વારા બી ડિવિઝન પોલીસ માં લેખિતમાં રજુઆત કરતાં પોલીસે તપાસ હાથ ધરી.
પાટણ શહેરમાં ગઠિયાઓ વિવિધ તકનીકો બનાવીને લોકોને આબાદ છેતરી ફરાર થતાં હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારની મોડી સાંજે પાટણ શહેરના રેલવે ગરનાળા નજીક આવેલ દિવ્ય આશિષ કોમ્પલેક્ષમાં બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાને એક અજાણી મહિલાએ લગ્ન માટે ના સેટ ભાડે લેવા છે તેમ જણાવી મહિલાના પર્સમાંથી રૂ 25 હજારની રકમ શેરવી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થતા પ્રકાશમાં આવવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણમાં આવેલ દિવ્ય આશિષ કોમ્પ્લેક્સ મા માનવ બ્યુટી પાર્લરની દુકાનમાં પહેલા વસ્તુ ખરીદી કરી ત્યારબાદ લગ્ન પ્રસંગ નો ઓર્ડર આપવા માટે વાતો કરી અને અલગ-અલગ તૈયાર થવા માટેની વસ્તુઓ જોઈ તમામ વસ્તુઓના ભાવ મેળવ્યા પછી કલાકમાં આવું છું તેવું કહી પાલૅર માલિક મનિષાબેન ની નજર ચૂકવી ખુરશી જોડે પડેલ તેઓનાં પાકીટમાંથી 25 હજાર રૂપિયા ની રોકડ ઉઠાંતરી કરી ભાગી ફરાર થઈ હતી.
જોકે આ બાબતની જાણ રાત્રે 8:30 કલાકે દુકાન માલિક મનીષાબેન મહેન્દ્રભાઈ પટેલ ને થતા તેઓએ પોતાના પતિને સધળી હકીકત જણાવતાં તેઓએ પાલૅર ઉપર દોડી આવી બાજુ ની દુકાન માં ફીટ કરેલાં સીસીટીવી ફૂટેજ જોતાં ઉપરોક્ત મહિલા આબાદ જોવા મળતા મનિષાબેન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશને ઉપરોક્ત મહિલા સામે લેખિત અરજી કરાતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે મહિલા ને ઝડપી લેવા નાં ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.