શહેરના માર્ગો પર અવાર નવાર આખલાઓના જામતાં યુદ્ધ…
શહેરીજનોને રખડતા ઢોરોની સમસ્યા માંથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર નક્કર કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી…
એક તરફ પાલિકાના સત્તાધીશો શહેરના વિકાસ ની ગુલબાંગો ફુકી રહી છે ત્યારે શહેરજનો ની સુવિધા મામલે વાસ્તવિકતા કંઈક જુદી જોવાં મળી રહી છે.
પાલિકા તંત્ર શહેરીજનો ની સમસ્યાના નિરાકરણ માટે સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ રખડતા ઢોરો એ માજા મુકી છે ગતરોજ શહેરના કેનાલ રોડ પર પદમનાભ મંદિર તરફ જવાના માર્ગ બે હરાયા બનેલાં આખલાઓ સિગડે ભરાતાં અફડા તફડી મચી જવા પામી હતી.
જાહેર માગૅ આખલા વચ્ચે ની મારામારી નાં કારણે માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો તો આ વિસ્તારના કેટલાક યુવાનો દ્વારા આખલાઓ ને લડતા છુટાં પાડવા માટે પાણી ના મારો ચલાવી ધોકા લાકડી ની મદદથી મહામુસીબતે છુટા પાડી ભગાડવામાં આવતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.
પાલિકા સતાધિશો દ્વારા શહેરીજનોની મહત્વ એવી રખડતાં ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા તાત્કાલિક ધોરણે કોઈ ની પણ શેહ શરમ અને મતો નુ રાજકારણ ભૂલી ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.