મોરબી જિલ્લાના હળવદ ના રાણેકપર મુકામે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૮મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સમૂહ લગ્નમાં 44 યુગલોએ ભાગ લીધો હતો.
જે તમામ કરિયાવર દાતા તરફથી તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવર આપવામાં આવેલ. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ નવઘણભાઈ ઉડેચા અને તેમની કમિટી દ્ગારા છેલ્લા આઠ વર્ષથી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે. જેમાં રાણેકપર ખાતે આઠમા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે માન. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત સદસ્ય પપ્પુભાઈ ઠાકોર, મેરાભાઈ ઠાકોર, ડો.પ્રકાશભાઈ કોરડીયા, ચતુરભાઈ પાટડીયા, વકીલ ભરતભાઇ ગડેસિયા, રમેશભાઈ ઝીઝુવાડિયા, ગોગીજી ઠાકોર, લાલજીભાઈ સુરેલા, સતિષભાઈ સનુરા, મેહુલભાઈ મજેઠીયા, જિલ્લા અને તાલુકા ના ઠાકોર સમાજ અગ્રણીઓએ નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.