પ્રદુષણ બોર્ડમાંથી લાંચનું પ્રદુષણ ક્યારે દૂર થશે તેવી લોકોમાં ચર્ચા…
જેતપુરના તેમજ પરપ્રાંતથી મજૂરી અર્થે આવેલ લોકોની આજીવિકા પુરી પાડતા જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ વિભાગના એકમોએ પ્રદુષણ ફેલાવવામાં કોઈ કચાસ બાકી રાખી નથી ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની કામગીરીએ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ જગાવી છે.
જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા જેતપુર પંથકમાં ફિલ્ટર પ્લાન્ટ સક્રિય છે, કારખાનેદારોએ ફિલ્ટર પ્લાન્ટમાં આ કલર કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરીને શુદ્ધ પાણી ભાદરમાં ઠાલવવાનું પરંતુ અમુક સાડીના એકમો કલર કેમિકલયુક્ત પ્રદુષિત પાણી અમુક સાડીના યુનિટ તેમજ બાંધણીના ગૃહ ઉદ્યોગોએ તો ભૂગર્ભ ગટરમાં કનેકશન આપી કલર કેમિકલયુક્ત પ્રદુષિત પાણીને સીધે સીધું જ ભાદરમાં ઠાલવી રહ્યા છે. પરંતુ પ્રદુષણ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આવા કારખાનેદારો વિરુદ્ધ દંડ કે ક્લોઝરની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.