કાંકરેજ તાલુકાના અરણીવાડા બુકોલી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કાતરા નામની જીવાત નો ઉપદ્રવ થતા ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હાલનું વાવેતર એરંડા.બટાકા રાયડો. ઘઉ. જેવી સિઝન લેવા નુ ચાલુ હોવાથી ખેડૂતોને રવિ પાક લેવા માં ખેડૂતોને ખૂબ ચિંતા નો વિષય…
રવીવાવેતર કરવામાં મોંઘા ભાવ ના બિયારણો. ખેડ અને રાત ના ઢંડી વિતાવી ને આ પાક તૈયાર કરે ત્યારે માવઠુ અને હવે ત્યારે મોલ માં કાતરા જેવી જીવાત નો ઉપદ્રવ ના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો…
રવિ પાક ને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો….
આવા મોટા પ્રમાણમો નુકસાન વેઠવાનો વારો આવવાથી ખેડૂતોના હિત માં સરકાર દ્વારા પગલા ભરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.