- પાટણ ની એક પણ બ્લડ બેંક માં O નેગેટિવ બ્લડ ઉપલબ્ધ નહીં બનતાં પરિવાર ચિંતા માં મુકાયો હતો.
- પાટણ 108 નાં પાયલોટ ગુલાબખાન બલોચને જાણ થતાં O નેગેટિવ બ્લડ ધરાવતા મુસ્લિમ યુવાનને બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પૂરી પાડી.
પાટણ નજીક હાઈવે માર્ગ પર ગતરોજ બાઈક અને ઓટો રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા હિન્દુ યુવાનને ઓપરેશન માટે જરૂરી O નેગેટિવ બ્લડ માટે પાટણના 108 નાં પાયલોટ ગુલાબખાન બલોચ દ્વારા મુસ્લિમ યુવક ને પોતાનું O નેગેટિવ બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પૂરી પાડી હિન્દુ યુવાનને નવજીવન બક્ષ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ હરિભાઈ નારાયણભાઈ ઠાકોર રહે.ગામ દાંતીસણા ગઇ કાલે પોતાનું બાઈક લઈને હાઈવે માર્ગ પર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતી ઓટો રિક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા હરિભાઈ ઠાકોર નાં શરીર માંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે શહેરની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબ ડો.વિશાલ મોદી દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવું પડે તેમ હોવાનું ઈજાગ્રસ્ત હરીભાઇ ઠાકોર નાં પરિવારજનો ને જણાવ્યું હતું પરંતુ ઈજાગ્રસ્ત હરીભાઇ નાં શરીર માંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી તેમનાં ઓપરેશન માટે લોહી ની તાતી જરૂરિયાત ઉભી થવા પામી હતી પરંતુ હરીભાઇ ઠાકોર નું બ્લડ ગૃપ O નેગેટિવ હોય જે બ્લડ પાટણ એક પણ બ્લડ બેંક માં ઉપલબ્ધ નહીં બનતાં હરીભાઇ નાં પરિવારજનો વિમાસણમાં મુકાયા હતા ત્યારે આ બાબતે પાટણ 108 નાં પાયલોટ ગુલાબખાન બલોચને જાણ થતાં તેઓએ મુસ્લિમ સમાજ દ્વારા અગાઉ આયોજિત કરવામાં આવેલ સવૅધમૅ બલ્ડ કેમ્પના આયોજક અને સેવાભાવી મુસ્લિમ નવ યુવાન મહેબુબખાન સી બલોચ તથા અલીભાઈ નો સંપર્ક કરતા તેઓ દ્વારા બલ્ડ ડોનર લીસ્ટ ચેક કરતા યાસીન રફીકભાઈ ભટીયારા રહે. કસાવાડો પાટણ નામનાં યુવાન નું બ્લડ O નેગેટિવ હોવાનું જાણવાં મળતા ગુલાબખાન બલોચે તાત્કાલિક તેઓનો સંપર્ક કરી પોતાનું બ્લડ ડોનેટ કરવા પ્રેરણા પૂરી પાડતાં ઉપરોક્ત મુસ્લિમ યુવાને એક પણ મિનિટ ની રાહ જોયા વિના પોતાનો કામ ધંધો પડતો મુકી તાત્કાલિક પોતાનું O નેગેટિવ બ્લડ ડોનેટ કરી હરીભાઇ ઠાકોર ને નવજીવન બક્ષ્તા હરીભાઇ ઠાકોર નાં પરિવારજનો સહિત નાં સગા સંબંધીઓએ રાહતનો દમ લઈ મુશ્કેલીના એક મુસ્લિમ સેવાભાવી યુવાન યાસીનભાઈ ભટીયારા અને 108 નાં પાયલોટ ગુલાબખાન બલોચ સહિત સવૅધમૅ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનારાં મહેબુબ ખાન બલોચ અને અલીભાઈ નો આભાર વ્યક્ત કરી પાટણના બ્લડ ડોનરોને અપીલ કરી હતી કે પાટણ શહેરમાં કાયૅરત તમામ બ્લડ બેંકો માં મોટા ભાગે O નેગેટિવ બ્લડ ની અછત રહેતી હોય છે ત્યારે O નેગેટિવ બ્લડ ગૃપ ધરાવતા બ્લડ ડોનરોએ સમયસર પોતાનું બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષવામાં સહભાગી બનવું જોઈએ..