રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પાટણ જિલ્લાનો અભ્યાસ વર્ગ રવિવારનાં રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી કે. સી. પટેલ વિદ્યા સંકુલ – પાયોનિયર સ્કૂલ કમ્પાઉન્ડ, ગોલાપુર ખાતે યોજાયો હતો.
પાટણ જિલ્લાનાં અભ્યાસ વર્ગ માં ઉપસ્થિત રહેલા રાજ્ય પ્રાથમિક શૈક્ષિક સંઘ ના મહામંત્રી હેતલબેન પટેલ અને ગુજરાત રાજ્ય માધ્યમિક શૈક્ષિક સંઘ ના પ્રમુખ રમેશભાઈ ચૌધરી ની ઉપસ્થિતિ માં શિક્ષક ધીરજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કોઈ પણ સંગઠન ને સફળ બનાવવા માટે સંગઠન સંખ્યા, આયોજન, વક્તા, સમસ્યાઓની રિત ભાત જેવી બાબતો ની ચચૉઓ વિશે સુંદર છણાવટ કરી હતી.