બાળકોના અશ્લીલ ફોટોગ્રાફ કે વિડીયો સોશીયલ મીડીયા જેવા કે ફેસબુક, વોટસએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વિગેરેમા અપલોડ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકો ને આદેશ કરાયા છે.
ત્યારે ના.પો.અધિ. એચ.કે.વાઘેલા રાધનપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ આવા અશ્લીલ ફોટોગ્રાફ કે વીડીયો સોશીયલ મીડીયામાં અપલોડ કરનાર ઇસમોને ઓળખી તે લગતની ટીપ્સ અનુસંધાને ગતરોજ હારીજ પો.સ્ટે માં જાણવાજોગ દાખલ કરી તપાસ કરતાં આવા વીડીયો ફેસબુક ઉપર શેર કરનાર એક શખ્સ ને ઝડપી તેના મોબાઇલનુ ટેકનીકલ એનાલીસીસ કરતા ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતના વીડીયો મોબાઇલમા મળી આવતા અપલોડ કરનાર યુવક વિરુધ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરીયાદ દાખલ કરી પકડાયેલ આરોપી પ્રવિણભાઇ વિરાભાઇ પ્રજાપતિ ઉં.વ. ૨૮ રહે સરીયદ તા.સરસ્વતી જી.પાટણ ની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.