75 વષૅ ના ઈતિહાસ માં સૌ પ્રથમવાર વડાપ્રધાન દ્વારા આદીવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા : કે.સી.પટેલ..
ભારતના રાષ્ટ્રપતિની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂજી નો ભવ્ય વિજય થતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો માં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી ત્યારે પાટણ જિલ્લા, શહેર અને તાલુકા ભાજપ સમિતિ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે જીતનો જસ્ન આતશબાજી સાથે એક બીજા નું મોં મીઠું કરાવી ને મનાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે જણાવ્યું હતું કે ભારતનાં વડાપ્રધાન દ્વારા એક શિક્ષિત આદિવાસી મહિલા ને ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ધોષિત કરીને 75 વષૅ નાં ઈતિહાસ માં કોઈ રાજકીય પક્ષ દ્વારા. પ્રાધાન્ય ન અપાયું હોય તેવું પ્રાધાન્ય આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂજીને આપ્યું હતું અને આજે તેઓ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા છે ત્યારે આદીવાસી સમાજની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો માં અનેરો ઉત્સાહ છવાયો છે અને તે ખુશીમાં આજે પાટણ જિલ્લા ભાજપ સમિતિ પણ સહભાગી બની હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
ભાજપ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો કાયૅકરો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.