રેશમડી ગાલોળ ગામના સરપંચ સામે નાણાકીય ગેરરીતિ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ કડક પગલાં ભર્યા હતા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા મંડલીક પૂર ગામના સરપંચ ને હોદા ઉપર થી કરાયા દૂર હતા.
રેશમડી ગાલોળ ગામના મૃત્યુ પામેલ કેશુભાઈ માધાભાઈ વઘાસીયા નામના વ્યક્તિ નું ભૂગર્ભ ગટર ના બિલ નું 6300 રૂપિયા નું વાઉચર બનાવી ગેરરીતિ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આમ એકજ અઠવાડિયા મા બીજા રેશમડી ગાલોળ ગામના મહિલા સરપંચ ધર્મિસ્થાબેન ભરતભાઈ વઘાસીયા ને હોદા ઉપર થી દૂર કરાયા હતા.
રેશમડી ગાલોલ ના સરપંચ ને નાણાકીય ગેરરીતિ બાબતે પદ ઉપર થી દૂર કરિ ઉપસરપંચ ચાર્જ સોપાયો હતો. એકજ અઠવાડિયા મા ગ્રામ પંચાયત ના બે સરપંચ ને ગેરરીતિ બદલ DDO દ્વારા આકરા પગલાં લીધા હતા.
અહેવાલ : રાકેશ પીઠડીયા, જેતપુર