પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોઝૂ ગામના રણ વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્રારા વન્ય પ્રાણીઓની કરાતી હત્યાના બનાવ ના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સાંતલપુર પંથકના રણ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો વન્ય પ્રાણીઓ ની હત્યા કરવા માટે સક્રિય બન્યા હોવાની જાણ ગતરોજ હિન્દુ યુવા સંગઠન ની ટીમ ના ધ્યાનમાં આવતાં ટીમ દ્રારા વન્ય પ્રાણી અભ્યારણ્ય ની હદમાં શિકાર કરતા શિકારીઓ બાબતે સાંતલપુર પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે દોડી આવી હતી પરંતુ પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ અસામાજિક તત્વો વન્ય પ્રાણી નો શિકાર કરી નાશી છુટયા હતા.
જોકે સ્થળ પરથી વન્ય પ્રાણી નો મૃતદેહ અને હત્યા માટે વપરાયેલા સાધનો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી અસામાજિક તત્વો એવા શિકારીઓ વિરોધ કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અસામાજિક તત્વો દ્રારા વન્ય પ્રાણી ની કરાતી હત્યાના મુદ્દે જીવદયા પ્રેમીઓમા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માંગણી ઉઠવા પામી છે. આવા અસમાજિક તત્વો સામે વન વિભાગ અને પોલીસતંત્ર દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીવ દયા પ્રેમીઓમાં માગ પ્રબળ બની છે.