રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી નશાકારક પ્રવાહી સંદર્ભે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણ શહેરમાં નશાકારક કફ સિરપ તથા નશાકારક ટેબલેટ સ્ટ્રીપ મળી કુલ કિ.રૂ.૨,૩૦,૭૫૫.૩૬/- ના મુદામાલ સાથે એક ઇસમ ઝડપાયો. પાટણ શહેરમાં જે આર મોથલીયા , પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક પાટણ તેમજ એ.ટી એસ અમદાવાદ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો અને મનપ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર હેરાફેરી વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યા હતા.
જે સુચના અને માર્ગદર્શન આધારે આર જી ઉનાગર પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી એ એસ ઓ જી ટીમ સાથે NDPS લગત કામગીરી માં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે જાણવા મળેલ હકીકત વાળી જગ્યાએ રેડ કરતા નશાકરક કેફી પદાર્થોનો જથ્થો મળી આવેલ જેથી આરોપીને મુદામાલ સાથે પકડી પાડી એ ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં-૦૪૧૪/૨૩ એન ડી પી એસ એકટ કલમ-૮(સી) ૨૧(સી) મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સમગ્ર ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ એ ડીવીઝન વિસ્તારમાં બુકડીમાં આવેલ જય ભારત મેડીકલ એન્ડ પ્રોવીઝન સ્ટોર્સના સંચાલક ઠકકર ભરતભાઈ માણેકલાલ પોતાની મેડીકલ સ્ટોરમાં નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપની બોટલો તથા ટેબલેટનો જથ્થો રાખી મેડીકલ સ્ટોર ઉપર આવતા ગ્રાહકોને કોઇપણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર કે બીલ વગર નશીલા પદાર્થનુ સેવન કરવા વેચાણ કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
પક્ડાયેલ આરોપીનુ નામ સરનામુ:-
(૧) ઠકકર ભરતભાઈ માણેકલાલ રહે પાટણ