Patan News : પાટણના ચાણસ્મા હાઇવે ઉપર હારીજ-પાટણ-ચાણસ્માનાં ત્રણ રસ્તા સુદામા ચોકડી પાસે આવેલા ‘પરમ’ સી.એન.જી પેટ્રોલ પંપ પર અત્રેનાં કર્મચારી અને ગાડી લઇને ગેસ ભરાવવા માટે આવેલા ગ્રાહક વચ્ચે બોલાચાલી અને મારામારી થવા પામી હતી. આ બનાવ અંગે સામસામી ફરીયાદો નોંધાઇ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણનાં સુદામા ચોકડી પાસે સીએનજી ‘પરમ’ પેટ્રોલ પંપના કર્મચારી અશોકભાઈ આહિર રે. પાટણવાળા પંપ ઉપર ઉભેલી ગાડીઓમાં ગેસ ભરતા હતા ત્યારે ગોવિંદજી અને અતુલજી ઇક્કો ગાડી લઇને આવ્યા હતા ને પોતાની ગાડીમાં ગેસ ભરવાનું કહેતાં કર્મચારી અશોકભાઈએ લાઈનમાં ગાડી ઉભી કહેતા ગોવિંદજીએ લઇ આવીને અશોકની ફેંટ પકડીને ગાળોબોલી ‘ગાડીમાં ગેસ પૂરી દે નહિં તો અહીંયા નોકરી કરવા નહિં દઉં તેવી ધમકી આપી બંને જણાએ અશોકની ફેંટ પકડી લાફા તથા ગડદાપાટુનો માર મારીને જતા રહ્યા હતા. બાદમાં બીજા બે વ્યક્તિઓ રણવીર અને શૈલેષજીએ એક્ટિવા પર આવી ધોકાથી અશોકને હાથ અને પગે માર મારીને ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે અશોકની ફરીયાદ આધારે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે સામા પક્ષે ગોવિંદસિંહે પણ અશોક આહિર સામે ફરીયાદ નોંધાવી હતી. તેમાં આક્ષેપ કર્યો હતો કે, તેઓ ઇકોમાં ગેસ પૂરાવવા માટે ગયા હતા ત્યારે અશોકે તેમની સાથે તકરાર કરી ધોકાથી અને ગડદાપાટુનો માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યો હતો.