મોટાભાગના લોકો હંમેશા મોબાઈલ સાથે રાખવાનું પસંદ કરે છે, ટોયલેટમાં જાય તો પણ ફોન સાથે લઈને જાય છે. શું તમને ખબર છે કે, તમારી ભૂલોના કારણે તમે બિમારીઓનો શિકાર બની શકો છો. ટોયલેટમાં પણ મોબાઈલ સાથે લઈ જવાથી તમારું ભવિષ્ય ખરાબ થઈ શકે છે
ટોયલેટમાં ખૂબ જ ખતરનાક જર્મ્સ અને બેક્ટેરિયા હોય છે. ટોયલેટમાં ફોન યૂઝ કર્યા પછી, ફોન ક્લીન કરવામાં આવતો નથી. જેથી ફોન પર બેક્ટેરિયા ચોંટી જાય છે. જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે, ઉપરાંત યૂરિન ઈન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે.
ટોયલેટમાં બેસીને કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવામાં આવે છે અને બહાર આવીને હાથ ધોવે છે. પરંતુ શું તમે ટોયલેટમાંથી બહાર આવ્યા પછી ફોન ધોવો છો? ટોયલેટમાંથી બહાર આવ્યા પછી ફોન સાફ કરવામાં આવતો નથી. આ કારણોસર ફોનમાં ચોંટી ગયેલ ખતરનાક બેક્ટેરિયા બેડ, કિચન સહિત તમામ જગ્યાએ સાથે સાથે આવે છે, જેના કારણે તમે ગંભીર રૂપે બીમાર પડી શકો છો.
રિપોર્ટ્સ અનુસાર ફોન વધુ સમય સુધી ખિસ્સામાં રાખવાથી 10 ગણા રેડિએશનનો સામનો કરવો પડે છે. રેડિએશનના કારણે કેન્સર પણ થઈ શકે છે. DNA સ્ટ્રક્ચર પણ બદલાઈ શકે છે, જેના કારણે નપુંસક થવાનું જોખમ પણ રહે છે, ઉપરાંત હ્રદયરોગ પણ થઈ શકે છે.