Weather In Gujarat: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં છ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા, ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની વકી છે. ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે, આઠ જૂને છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં વરસાદની આગાહી છે. 9 જૂને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી છે. પંચહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે રવિવારે (નવમી જૂન) રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે છ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, આજે (10મી જૂન) વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #Gujarat
DAY 1-4 pic.twitter.com/JDmV7WjOfs— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 10, 2024
આ શહેરોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (10મી જૂન) ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ અને દાહોદમાં હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, સુરત, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, ભરૂચ, નવસારી અને તાપીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 11મી જૂને ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, વલસાડ, દાહોદ, અમરેલી, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.
12મી અને 13 જૂન સુરત, ભાવનગર, તાપી, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 14મી,15મી અને 16મી જૂનના રોજ નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ જૂનાગઢ અને તાપીમાં વરસાદ થઇ શકે છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #Gujarat
DAY 5-7 pic.twitter.com/oRmexuQzaA— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 10, 2024
ભરૂચમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો
ઉલ્લેખનીય છે કે, રવિવારે રાજ્યનો વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન તવરા નજીક ભારે પવન કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.
PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI