એક આખો દેશ અંધકારમાં ડૂબ્યો… ઇક્વાડોર આખા દેશમાં બ્લેકઆઉટ… વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા… પાવર લાઈનમાં ફોલ્ટને કારણે દેશભરમાં અંધારાએ વિશ્વની આ મામલે ઉંઘ ઉડાવી દીધી…
સમગ્ર દેશ અંધકારમાં ડૂબ્યો હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો હશે. જી હા, આ દાખલો બેસાડ્યો છે ઇક્વાડોરે. ઇક્વાડોર આખા દેશ બ્લેકઆઉટ થયો હતો. સમગ્ર ઈક્વાડોરમા વીજળી કટ ઓફ થઈ જતા સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો. વીજળી ગૂલ થતા ઇક્વાડોરના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા હતા. ઇક્વાડોરનાં ઉર્જા પ્રધાન રોબર્ટો લુકે દેશવ્યાપી બ્લેકઆઉટ સર્જાયાની પુષ્ટિ કરી હતી. હકીકતે દેશની મેઇન સ્ટ્રીમ પાવર લાઈનમાં ફોલ્ટ સર્જાતા દેશના પોણા બે કરોડ લોકો વીજળી વગરના રહ્યા હતા. આ ઘટનાની અસરો ઇક્વાડોર પર તો થય જ છે પણ આ ઘટનાથી દુનિયાનાં અનેક દેશો સફાળા જાગી ગયા છે.
આ પણ વાંચો – ભૂખમરો ભરડો લઈ ગયો છે પણ પાકિસ્તાન સુધરશે નહીં તે વાત પાક્કી
દુનિયાનાં અનેક દેશ ઇક્વાડોરની ઘટનામાંથી ધડો લઇ વિચારવા મજબૂર થઈ ગયા છે કે આ ઘટના અપણી સાથે પણ બની શકે છે અને જો આવું બને તો શું ? ઉલ્લેખનીય છે કે, આપણે ભારતમાં પણ વીજળી ગુલ થવાનાં કિસ્સા બને જ છે પણ તેનું પ્રમાણ અમુક વિસ્તાર કે રાજ્ય પુરતુ સિમિત હોય છે, તમામે અનુભવ્યુ હશે કે જ્યારે રાજ્યભરમાં કે સમગ્ર ક્ષેત્રમાં વીજલાઇન ટ્રીપ થતા વીજળી ડૂલ થાય ત્યારે વીજળીને પૂર્વારત્ત કરવામાં ખુબ જ સમય લાગે છે અને મુશ્કેલીઓ પણ અનુભવવી પડે છે. જો એક વિસ્તાર કે રાજ્યમાં આવુ બને તો પણ પારાવાર મુશ્કેલી સર્જાય છે ત્યારે જો દેશ આખામાં લાઇટ ડૂલ થાય તો શું?
આ પણ વાંચો – આતંકી હુમલા સામે ‘એરસ્ટ્રાઇક’ તો મૌન સામે ‘શ્રધ્ધાંજલી સભા’; ભારત હવે બદલાઇ ચૂક્યું છે
વાત મુદ્દાની છે અને ગંભીરતાથી લેવા જેવી પણ છે. ખાસ જો ભારતની વાત કરવામાં આવે તો આપણો વિસ્તાર, વસ્તી અને વપરાશ જોવામાં આવે અમે સામે વીજળી ઉત્પાદનની ક્ષમતા સરખાવવામાં આવે તો આ પ્રશ્ન આજે નહીં તો કાલે આપને નડવાનો જ છે. માટે સરકારે આ મામલે અત્યારથી કંઇક કરવું અત્યંત જરુરી છે.
#electricity, #Crices, #country, #world, #Blackout, #Ecuador, #India,