Meghraja Meherban on Gujarat, rain in 110 talukas in 24 hours
  • ગુજરાત પર મેઘરાજા મહેરબાન
  • છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ
  • મહેસાણાના કડીમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ 
  • જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું

ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ સહિતમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી શકે છે.

જૂનમાં ચોમાસની ગતિ ધીમી પડી ગઈ હતી. જો કે જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત 11 રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે ધોધમાર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024