સુપ્રીમ કોર્ટમાં એક શખ્સ બનિયાન પહેરીને કોર્ટની સુનાવણીમાં સામેલ થયો હતો. કોર્ટ સાથે જોડાયેલા મામલા પર રિપોર્ટ આપતી વેબસાઈટ બાર એન્ડ બેન્ચ અનુસાર, સોમવારે કોર્ટ 11માં એક શખ્સ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સામેલ થયો હતો. તેણે વીડિયો કોન્ફરન્સમાં બનિયાન પહેરી રાખી હતી. જેથી જસ્ટિસ બી.વી. નાગરત્ના ભડકી ઉઠ્યા હતા. તેમણે તુરંત પુછ્યું હતું કે, અંતે આ કોણ છે, જે બનિયાનમાં દેખાઈ રહ્યો છે, બાદમાં જસ્ટિસ દત્તાએ તેને પૂછ્યું કે, શું તે કોઈ પાર્ટીમાં આવ્યો છે કે પછી આમ જ પહેર્યું છે. અને તુરંત તેને બહાર કરવા, હટાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે કોર્ટ માસ્ટરને કહ્યું કે, પ્લીઝ તેને હટાવો.
સુપ્રીમ કોર્ટમાં આ પહેલો મામલો નથી જ્યારે જસ્ટિસે કોઈના કપડાં પર નારાજગી દર્શાવી હોય. અગાઉ પણ વર્ષ 2020માં એક વકીલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શર્ટ વગર કોર્ટમાં સુનાવણીમાં ભાગ લીધો હતો. આ જોઈને જજ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ જસ્ટિસ એલ નાગેશ્વર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ કેવું વર્તન છે?