United States: Former President Trump shot, shot on ear
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર
  • માંડ માંડ જીવ બચ્યો
  • કાન પર વાગી ગોળી
  • વ્હાઈટ હાઉસને જાણકારી અપાઈ 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન જ અચાનક એક યુવકે ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટનામાં ટ્રમ્પનો હેમખેમ બચાવ થયો હતો….

ટ્રમ્પને જમણા કાન પર ગોળી વાગી હતી અને સ્પર્શીને નીકળી ગઇ હતી. જો ગોળી 2 સેન્ટીમીટર પણ અંદર તરફ આવી હોત તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત. જેવી જ પહેલી ગોળી ચાલી ટ્રમ્પે કહ્યું કે ઓહ અને કાન પકડી લીધાં કેમ કે તેના પછી વધુ બે ગોળીઓ ચલાવાઈ હતી. વીડિયોમાં તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ટ્રમ્પ જીવ બચાવવા માટે નીચે નમી ગયા હતા….

હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એવું લાગ્યું કે ગોળી જાણે તેમના કાનથી આર પાર થઈ ગઇ હતી. ટ્રમ્પ પછી ઊભા થયા અને જમણા હાથને ચહેરા તરફ આગળ વધારે છે. તેમના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તે પાછા ઊભા થયા અને મુઠ્ઠી બાંધી તો ભીડે જોશથી નારા લગાવ્યા…

સિક્રેટ સર્વિસે આપ્યું નિવેદન 

સિક્રેટ સર્વિસે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહ્યું કે હુમલાખોરે રેલી સ્થળની બહાર એક ઊંચા સ્થાનેથી સ્ટેજ તરફ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં રેલીમાં હાજર એક વ્યક્તિની હત્યા કરી અને અન્ય બેને ગંભીર રીતે ઘાયલ કર્યા. એજન્ટોએ હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર કર્યો હતો. 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024