ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના સાથી ખેલાડી અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અંશુામન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર છે, સાથે તેઓ કોચ પણ રહી ચુક્યા છે.
ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન કપિલ દેવના સાથી ખેલાડી અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. અંશુામન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર છે. તે ભારતીય ટીમ માટે ઓપનિંગ બેટ્સમેનની સાથે કોચ પણ રહી ચુક્યા છે. તેમની ઉંમર 71 વર્ષની છે. હાલમાં અંશુમાન ગાયકવાડ છેલ્લા એક વર્ષથી લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કપિલ દેવે BCCIને મદદ કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત તેમની સારવાર માટે કપિલ દેવ પેન્શન આપવા પણ તૈયાર છે.
BCCI પાસે મદદની કરી હતી વિનંતી
ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન અંશુમાન ગાયકવાડ આ દિવસોમાં બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. હાલ તેઓ લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પૂર્વ કેપ્ટન કપિલ દેવે હવે તેમની સ્થિતિ વિશે વાત કરી છે અને BCCI પાસે મદદ માંગી છે. કપિલ દેવે જણાવ્યું કે, તેમના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી, મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટિલ અને કીર્તિ આઝાદ તેમની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. કપિલ દેવે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે BCCI ગાયકવાડને આર્થિક મદદ કરશે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું,
તમને જણાવી દઈએ કે અંશુમાન ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975 થી 1987 સુધી ચાલ્યું હતું. તેમણે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. આ પછી, તેઓ 1997 થી 1999 અને ફરીથી વર્ષ 2000 માં ભારતીય ટીમના કોચ પણ બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી જીતી હતી.
અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફાળવ્યું એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ
અંશુમન ગાયકવાડ માટે BCCI એ ફંડ રીલિઝ કર્યુ છે. કેન્સરની ગંભીર બિમારીથી પિડાઈ રહેલા અંશુમાન ગાયકવાડે, પહેલા લંડનમાં સારવાર લીધા બાદ, વડોદરામાં ઈમરજન્સી સારવાર લેવાની ફરજ પડી હતી. બીસીસીઆઈએ અંશુમાન ગાયકવાડ માટે તાકીદે એક કરોડ રુપિયાનું મેડિકલ ફંડ રીલિઝ કર્યું છે. અંશુમન ગાયકવાડની કેન્સરને લઈ વડોદરામાં સારવાર ચાલી રહી છે