ઉનાળામાં જમ્યાં બાદ ઠંડું ખાવાની મજા આવે છે, ઉપરાંત કેરીની સિઝન પણ છે. તો ડેઝર્ટમાં કેરીનો ઉપયોગ કરીને બનાવો મેંગો મિલ્ક કુલ્ફી.
સામગ્રીઃ 1થી 1/2 કપ ક્રીમ
200 ગ્રામ દૂધ
1/2 કપ પીસ્તાનો ભુકો
કેસર
રીતઃ
સૌ પ્રથમ ક્રીમ અને દૂધને બ્લેન્ડર વડે મિક્સ કરી લો. હવે એરટાઇટ પ્લાસ્ટિકના ઙબ્બામાં ભરીને ફ્રીજરમાં મુકો. બે કલાક બાદ બહાર કાઢીને તેમાં પિસ્તાનો ભૂકો, કેસર નાંખી ફરી બ્લેન્ડર કે મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેમાં સમારેલી મેંગોના ટુકડા મિક્સ કરી તેને બ્લેન્ડમાં ક્રશ કરીને ફ્રીજરમાં મૂકો. 5થી 6 કલાક ફ્રીજમાં કુલ્ફીને રાખી મૂકો. તૈયાર છે મેંગો મિલ્ક કુલ્ફી.
નોંધઃ આ મેંગો મિલ્ક કુલ્ફીને તમે આઇસક્રીમની જેમ બાઉલમાં કાઢીને પણ સર્વ કરી શકો છો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.