ખુદ ગુજરાત સરકારે વિધાનસભમાં કબૂલ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના 191 ગામોમાં ગૌચર જ નથી. વિધાનસભાના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો. સરકારે જણાવ્યું હતું. ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો.
વિધાનસભામાં ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા સવાલનો સરકારના મહેસૂલ મંત્રી વતી જવાબ અપાયો હતો. આ જવાબ પરથી ખુલાસો થયો હતો કે 40 ગામોમાં પૂરતું ગૌચર હોવાનું સ્વીકારવામાં આવ્યું છે.
કાંતિ ખરાડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગૌચરની જમીન બનાસકાંઠામાં નહિવત છે સરકાર મળતીયાઓ ને આપી રહી છે બોર્ડર વિસ્તાર છે ખારી જમીન સસ્તા ભાવે ખરીદી ગૌચરના ભેળવે છે અને ગૌચરની જમીન સોલાર પાર્ક બનાવવા સસ્તા ભાવે આપી રહી છે
સરકારનો બનાસકાંઠાના જિલ્લાના 1019 ગામોમાં ગૌચરની ઘટ હોવાનો સ્વીકાર
વિધાનસભામાંથી પ્રાપ્ત અહેવાલો મુજબ બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકામાં 1 લાખ 21 હજાર 275 ચોરસ મીટર ગૌચર જમીનનું વેચાણ થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લાના 4 તાલુકામાં 60 હજાર 016 ચોરસ મીટર ગૌચર જમીનનું વેચાણ થયું છે.
બનાસકાંઠામાં હાલ 59 કરોડ 63 લાખ 77 હજાર 816 ચોરસમીટર ગૌચરની જમીન છે, જ્યારે અરવલ્લી જિલ્લામાં 13 કરોડ 25 લાખ 900 ચોરસમીટર ગૌચરની જમીન છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.