પાટણ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ પાટણ પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા અનુરોધ

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન મૂલ્યોમાં સ્વચ્છતાને અગ્રીમતા આપેલ છે. તેને સાર્થક કરવા માટે પાટણ જિલ્લાએ સહિયારો પૂરુષાર્થ હાથ ધર્યો છે. પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, ઓફિસર કલબ, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, વિવિધ વેપારી એસોસીએશન અને સેવાભાવી સંસ્થાઓના ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ પાટણ, પ્લાસ્ટીક મુકત પાટણ બનાવવા માટે કપડાની થેલીનું વિતરણ કરી શરૂઆત કરવામાં આવી હતી.

ઓફિસર કલબ, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, વિવિધ વેપારી એસોસીએશન અને સેવાભાવી સંસ્થાઓના સહિયોગથી કલેકટરશ્રીના રાહબર હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનથી લઇ બજારની દરેક દુકાને તેમજ શાકભાજીના વેપારીઓને પ્લાસ્ટીક મુકત બનાવવા માટે સહિયોગી બની કાપડ થેલીનો ઉપયોગ કરવો તેમજ ગ્રાહકોને પણ વિનંતી કરવામાં આવી હતી. અને ઘરેથી કાપડની થેલી લઇ આવવા જણાવ્યું હતું.

વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આવનાર પેઢીને સ્વચ્છ પરિયાવરણ માટે અત્યારથીજ જાગ્રુત બનવું પડશે. ગાંધીજીના સ્વચ્છતાના મુલ્યોને આગળ વધારી પાટણ શહેર ને પ્લાસ્ટીક મુકત બનાવવા નગરજનોને તેમજ વેપારીઓને અનુરોધ કર્યો હતો. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાર્થક કરવા પાટણ જિલ્લો કટીબધ્ધ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024