ઉત્તર ગુજરાત રોહિત સમાજ જાગ્રૂતિ અભિયાન ના નેજા નીચે કુરિવાજો અને અંધશ્રધ્ધા બાબતે મીટીંગ મળી સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકર ને દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરી કાર્યક્રમ ની શરૂવાત કરેલ.
જેમા સમાજ ના અગ્રણીઓ બલવંતભાઈ છ્ત્રાલિયા નરેન્દ્રભાઈ પરમાર મોહનભાઈ પરમાર અશોકભાઈ પરમાર મોહનભાઈ પી રાજ મગનભાઈ ભાટીયા વિનોદભાઈ સોલંકી દિનેશભાઇ ડી પરમાર રામજીકાકા ભગાભાઈ પરમાર રમેશભાઈ કોઇટિયા પ્રવીણભાઈ પુનડિયા મોહનભાઈ મેસરવાલા શંકરભાઈ ડાભી તુલશીભાઈ કલ્યાણા બાબુભાઈ નેદ્રોડા પ્રવીણભાઈ પિન્ઢIરપુરા પ્રકાશભાઈ સોલંકી ધર્મેન્દ્રભાઇ સોલંકી પ્રકાશભાઈ સોલંકી ગણપતભાઈ છત્રાલીયા સુરેશભાઈ છત્રાલીયા વિગેરે દ્વારા સમાજ મા મ્રુત્યુ પાછલ કરવામા આવતા કુરિવાજો બંધ કરી તે પૈસા નો સમાજ ના બાળકો ના શિક્ષણ મા ઉપીયોગ થાય સમાજ ના દરેક પરગણા ના પ્રમુખ અને મંત્રીઓ ને સાથે રાખી દરેક વ્યકતિઓ ને આ કુરિવાજો અને અંધશ્રદ્ધા માંથી બહાર આવે તે માટે મહેમાનો તથા હાજર લોકોં એ પોતપોતાના પ્રતિભાવો અને સૂચનો આપ્યા હતા.
આ કુરિવાજો બંધ કરવાની શરૂવાત વ્યક્તિએ પોતાના થી કરવી જોઈએ આ અભિયાન સાથે જોડાયેલ વ્યક્તિએ પોતે મરણ પાછળ નુ પ્રથમ જમવાનુ બંધ કરવું જોઈએ તેની ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો દરેક ગામે ગામ આ અભિયાન ચલાવવાનું નકકી કરેલ અને પુસ્તિકા તૈયાર કરી દરેક 1000 ગામો મા આપવાની પણ વાત થયેલ મરણ પછી બહેનો ઉપર થોપી દેવામા આવેલ પ્રથાઓ સદંતર બંધ કરવા માટે તમામ લોકોં સાથ સહકાર આપશે તેવી ખાત્રી સાથે મીટીંગ પૂર્ણ કરવામા આવેલ અલગ અલગ ગામો ના અને અલગ અલગ પરગણા ના મોટી સંખ્યા મા લોકોં હાજર રહેલ’
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.