આજરોજ આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા (IPS) સાહેબ પાટણ નાઓએ પાટણ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી કે.એમ.પ્રિયદર્શી એલ.સી.બી. પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી જે.કે.ડોડીયા તથા એ.એસ.આઇ. ભાણજીજી સુરજજી તથા અ.હેડ.કો. રણવીરસિંહ ચમનસિંહ તથા અ.હેઙ.કો. કુલદીપકુમાર લક્ષ્મીદાસ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી એ રીતેના એલ.સી.બી. સ્ટાફના માણસો પાટણ ટાઉન માં પેટ્રોલીંમાં હતા
દરમ્યાન અ.હેડ.કો. રણવીરસિંહ ચમનસિંહ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ શંભુજી નાઓને મળેલ હકીકત મળેલ કે મહેસાણા ના બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામે ઠાકોર ભેમાજી હલાજી નામના ખેડૂત પાસે થી 5 શખ્સો એ એક ના ડબલ કરવાની લાલચ આપી 13.50 લાખ પડાવેલ જે 5 શખ્સ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં. 46-2019 ઇ.પી.કો. કલમ 420, 507 વિ. મુજબ ની ઠગાઈ ની ફરિયાદ થયેલ હોઇ જે ગુન્હા નો આરોપી હાલ મા પાટણ નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલ છે જે હકીકત આધારે સદર ગુન્હા ના કામ ના આરોપી ઠાકોર ચેનાજી બદસંગ રહે. રણછોડપુરા તા.ઉંઝા જી. મહેસાણાવાળાને* અટક કરી આગળ ની તપાસ સારૂ બેચરાજી પોલીસ ને સોંપેલ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.