University
યુનિવર્સિટી (University)ની છેલ્લાં વર્ષની પરીક્ષાઓને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિવર્સિટી (University)ની છેલ્લાં વર્ષની પરીક્ષા લેવાશે. ઉપરાંત UGCના 30 સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા કરાવાના સર્કુલરને પણ સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો છે. તેમજ કહ્યું કે રાજ્ય સરકારો કોરોના સંકટ કાળમાં પરીક્ષા ના કરાવાનો નિર્ણય લઇ શકે નહીં.
આ પણ જુઓ : CRPF જવાને દારૂના નશામાં અંધાધૂંધ ફાયરિંગ કરતા બાળકને વાગી ગોળી
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય સરકારો UGCની મંજૂરી વગર વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકે નહીં. તેમજ જે રાજ્યોને કોરોના સંકટ કાળમાં પરીક્ષા કરવામાં મુશ્કેલી છે તેઓ UGCની પાસે પરીક્ષા ટાળવા અંગેની અરજી આપી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.