bull fell into underground sewer

ગટરનું ઢાંકણું નાખેલ ન હોઈ ખુલ્લી ગટરમાં વહેલી સવારે આખલો પડ્યો.

પાટણ શહેરમાં વિવિધ સ્થળ ઉપર ભૂગર્ભ ગટરની લાઈન ચોક્કપ થાય તો રીપેરીંગ માટે થોડા થોડા અંતરે ઢાંકણા વાળી કુડીઓ બનાવેલ છે. ત્યારે પાટણ ચાણસ્મા હાઇવે ઉપર નવા ગંજના મુખ્ય દ્વાર પાસે બનાવવામાં આવેલ કુંડીને ઢાકણું નાખવામાં આવેલ ન હોઈ કુંડી ખુલ્લી પડી રહેલ હોય ગુરુવારે સવારે એક આખલો અંદર ખાબક્યો હતો. કુંડી સાંકળી અને ઊંડી હોવાથી આખલો બહાર ન નીકળી શકતા ફસાઈ ગયો હતો. ત્યારે સ્થાનિક જીવદયા પ્રેમીઓ એકત્ર થઇ બહાર કાઢવા કવાયત હાથધરી છે.