PATAN : પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા માં એક અરજદાર ની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર અરજદાર પોતાનો પાસપોર્ટ કઢાવવા માટે પોસ્ટ ઓફિસ માં આવેલ પાસપોર્ટ ઓફિસે આવ્યા હતા. જ્યાં કર્મચારી દ્વારા અરજદારને કપાળમાં કરેલ તિલક કાઢી નાખવા જણાવ્યું હતું જે બાબતને લઈ આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોઈ આ બાબતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.અને પોસ્ટ ઓફિસ સુપરિટેન્ડને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
હિન્દુ સંગઠનોના અગેવાનો દ્વારા પાસપોર્ટ ઓફિસમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.આ બાબતે હિંદુ જાગરણ મંચના હિતેન્દ્ર રાવે જણાવ્યું હતું. હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારની આ ઘટના બની છે. તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.અને આ પ્રકારની ઘટના બીજી વાર ના બને તે માટે પોસ્ટના સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવતા તેમણે બાહેધરી આપી છે.

આ કાર્યક્રમમાં આંતર રાષ્ટ્રીય હિન્દૂ રાષ્ટ્ પરિષદના પ્રમુખ હિતેશ પટેલ,પાટણ તાલુકા યુવા મોરચાના પ્રમુખ વિરલ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર કિસાન મોરચાના જિલ્લા મંત્રી રામુજી ઠાકોર, યુવા મોરચાના મહામંત્રી પાર્થ પટેલ, મંત્રી ચિરાગ દરજી, કિસાન મોરચાના પ્રમુખ રોહિત પટેલ મોટી સંખ્યામાં હિંદુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા.