Radhanpur
પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. જેમાં મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તથા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાધનપુર (Radhanpur) ખાતે પાટણ લોકસભા મત વિસ્તારના સાંસદશ્રી ભરતસિંહજી ડાભી, ચાણસ્મા ખાતે પૂર્વ મંત્રીશ્રી રણછોડભાઈ રબારી, હારીજ ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, શંખેશ્વર ખાતે સંગઠનના પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભરતભાઈ આર્ય, સરસ્વતિ ખાતે પૂર્વ સંસદસભ્યશ્રી દિલીપભાઈ પંડ્યા, સિદ્ધપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, સમી ખાતે સંગઠન પ્રમુખશ્રી દશરથજી ઠાકોર તથા સાંતલપુર ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જીવણભાઈ આહિરની ઉપસ્થિતિમાં કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા હતા.
આ પણ જુઓ : US માં ફાઇઝરની રસીની એલર્જિક રિએક્શનનું પ્રમાણ વધારે જણાયું
સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ખેતીવાડી વિભાગ તેમજ કુટીર ઉદ્યોગની વિવિધ સહાય યોજનાઓના સહાય વિતરણ અને ખેડૂત માર્ગદર્શન માટે યોજવામાં આવેલા કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ખેડૂતો સામાજીક અંતરના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.