દિલીપસિંહ રાજપૂત, Banaskantha : થરાદ ની કેનાલમાથી લાશ મળવાનો સીલસીલો યથાવત છે ત્યારે આજે ફરી એક લાશ થરાદ ની કેનાલમાથી મળી આવી છે. થરાદ ની કેનાલમાથી લાશ મળી આવી છે જોકે આ લાશ થરાદ નર્મદા મુખ્ય કેનાલના બનાસડેરી પાસે પુલિયા પાસે થી ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું.
થરાદ ફાયર ટીમ દ્વારા શોધ કરતાં આસારામ આશ્રમ પાસે થીલાશ મળી આવી હતી જેની ઓળખ કરતાં પરમાર અજાભાઈ લખાપુરા ગામનો જે ત્રણ સંતાનો નો પિતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ બહાર કાઢી પરિવાર ને શોપવામાં આવ્યો હતો.