A fire broke out in a godown at Radhanpur

Radhanpur : રાધનપુર નજીક આજે બપોર ના સમયે એકા એક આગ એક ફેક્ટરી ના ગોડાઉન માં લાગતા અફરાતફરી મચી હતી અને આ આગ ની ઘટના માં લાખો રૂપિયા ના નુકશાન નો પ્રાથમિક અંદાજ મુકાયો છે તેમજ આગ લાગવા ની ઘટના ના કારણો ની તપાસ હાથ ધરાઇ છે

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામને નજીક આવેલા રવિ નગર ની સીમમાં સબ મર્શિબલ ના ખેતી ના સાધનો નું ગોડાઉન આવેલ છે આજ બપોર માં સમયે કોઈ કારણો શાર ગોડાઉન માં ભીષણ આગ લાગતાઆસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગની ઝપેટમાં અંદર પડેલા પીવિશી પાઇપ સહિત ટોટા અને ગોડાઉન સળગી ખાખ થયાં હતા.

આ ઘટના ની જાણ ગોડાઉન સ્થળ ના લોકોએ ફાયર ફાઈટર રાધનપુર ને જાણ કરતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતા અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ગોડાઉન આસપાસ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને દૂર દૂર સુધી આજની જ્વાળાઓ દેખાતી હતી

મળતી માહિતી મુજબ આ આગ રવિનગર ની બાજુમાં આવેલા સીમ વિસ્તારના ખેતરના ગોડાઉનમાં આગ લાગી હતી જોકે આ આગ જોતજોતામાં ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે આ આગની ઝપેટમાં અંદર પડેલી પીવીશી પાઈપ અને ગોડાઉન સહિત સળગી ને ખાખ થયાં હતાં આગની લપેટમાં અંદાજિત પીવીસી પાઇપ ના ટોટા તેમજ ગોડાઉન સહિત ₹3,00,000 થી વધુ ના નુકસાન થાવા પામેલ છે. આ આગ ઓલવવા લાગેલા ફાયર ને પણ ધુમાડા અને આગ ના ગોટા ના કારણે આગ ઓલવવા માં મહામુસીબત વેઠવી પડી હતી. ઘટના સ્થળ ના લોકો અને ફાયરબેકટર આગ ઓલવવાના તમામ પ્રયાસો ચાલુ કરાયા હતા, જેમાં પીવીસી પાઇપ સહિત ગોડાઉન મળી કુલ ત્રણ લાખ રૂપિયા જેવું નુકસાન થવા પામ્યું હતું, આ આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024