Patan News : પાટણ શહેરના હાસાપુરની એક સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી સાથે સગાઇ અને લગ્નની લાલચ આપી તેની સાથે શરીરસુખ માણી બ્લેક મેઈલ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરનાર મૂળ ચાણસ્માના વતની અને હાલ પાટણ ખાતે રહેતા યુવક સામે ઝેરી દવા પી જીદગી ટુકાવનાર યુવતીના ભાઈ દ્રારા પાટણ સીટી બી પો.સ્ટે.મા ફરિયાદ નોંધાવતા પોલીસે ધરણસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં રહેતી એક યુવતીને ડોડીયા કરણ દિનેશભાઈ રહે.પાર્થ રેસીડન્સી,પાટણ મુળ રહે.ચાણસ્મા, ઈન્દિરાનગર સોસાયટી વાળાએ સગપણ કરવાની વાત કરી તેને વિશ્વાસમાં લઈ તેની સાથે લગ્ન કરવાનુ કહી તેની સાથે શારીરિક સંબધ બાંધી તેની પાસે થી તેના ભુતકાળ વિશેની અંગત વાતો જાણી લઈ તેમના ઘરના સભ્યોને તેના ભુતકાળના સંબધોની જાણ કરી દેવાની ધમકીઓ આપી હતી અને સગપણ તોડી નાખવાનુ કહી યુવતીને સુસાઈડ કરવા મજબુર કરતાં તેણી એ ગઈ તા.28/7/23 ના રોજ બપોરના આશરે ત્રણેક વાગેના સુમારે પોતાના ઘરે ઉધઈની દવા પી લેતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જેનું સારવાર દરમિયાન મોત નિપજતા આ બાબતની મૃતકના ભાઈ દ્રારા બી ડિવિઝન પોલીસ મથકે ડોડીયા કરણ દિનેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024