Telangana

Telangana

તેલંગાણા (Telangana)ના નાગારકુર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલમાં આવેલા ટીએસ ગેન્કોના હાઇડલ પાવર હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી તે દરમિયાન અંદર 17 કર્મચારી કામ કરી રહ્યા હતા. એમાંના 8 કર્મચારી સુરંગ દ્વારા સુરક્ષીત રીતે બહાર આવી ગયા હતા. બાકીના કર્મચારીને બચાવવાના પ્રયત્નો ચાલુ હતા.

ગુરૂવારે મોડી રાત્રે પાવર હાઉસમાંથી ચોમેર ધૂમાડાના ગોટેગોટા દેખાતાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. આગમાં ફસાયેલા કર્મચારીઓ દરમિયાન છ કર્મચારી ટીએસ ગેન્કો કંપનીના હતા અને બીજા ત્રણ પ્રાઇવેટ કંપનીના હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બ્રિગેડના જવાનો તરત કામે લાગ્યા હતા.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : PM Narendra Modi writes a letter to MS Dhoni

આ ઘટના દરમિયાન અંદર ફસાયેલા ડેપ્યુટી એંજિનયર અને સહાયક એંજિનિયર્સને ઊગારી લેવાના પ્રયાસો ચાલુ હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓના કહેવા મુજબ ગાઢ ધૂમાડાના કારણે રાહત કાર્યમાં તકલીફ પડી રહી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા સેવાતી હતી.

તેલંગાણા (Telangana)રાજ્ય સરકારના એક પ્રધાન જગદીશ રેડ્ડી અને ટીએસ ગેન્કોના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભાકર રાવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે સુરંગમાં એટલો બધો ધૂમાડો હતો કે રાહત કાર્ય કરનારા અંદર જઇ શકતા નહોતા. સિંગારેની કોલિયરીના નિષ્ણાત રાહત કાર્યકરોને ત્યાં લાવવામાં આવ્યા હતા. શ્રીશૈલમ બંધ કૃષ્ણા નદીને પેલા પાર હતો. આ બંધ તેલંગાણા અને આંધ્ર પ્રદેશની વચ્ચે સરહદની ગરજ સારી રહ્યો હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024