Fire broke

Fire broke

વાપી નજીક બલીઠા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ (Fire broke) લાગી હતી. એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી હતી. સદનસીબે આ આગ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યાં નથી.

આ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ભંગારનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહ કરેલો હતો. જેના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના નાના-મોટા 8 ગોડાઉનમાં પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વાપીના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

આ પણ જુઓ : અમદાવાદમાં પ્રેમીકાએ બ્રેકઅપનું કહેતા જાહેરમાં માર્યા 15 થપ્પડ, પોલીસ કેસ દાખલ

આ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 8થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. વાપી અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા આવા ગોડાઉનોના માલિકો વિરૂદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024