Fire broke out

Fire broke out

રાજકોટનાં નાના મવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મનપા દ્વારા ડ્રેનેજ માટે ખોદકામ ચાલુ હતું ત્યારે ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ગેસ લીકેજ અને સ્પાર્કને કારણે ભીષણ આગ લાગી (Fire broke out) હતી. આ દરમિયાન સ્થળ પર પડેલું બુલડોઝર સળગીને ખાક થઈ ગયું હતું.

જાણ થતા ફાયરબ્રિગેડને સ્ટાફ બે ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચ્યો હતો. થોડીવાર બાદ વધુ બે ફાયર ફાઈટર મંગાવાયા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેડે અડધી કલાક સુધી પ્રયત્નો કરી આગ કાબુમાં લીધી હતી. 

બીજી તરફ જીએસપીસીનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ગેસ લીકેજની કામગીરી અટકાવી હતી. આગમાં બુલડોઝર સંપૂર્ણપણે ખાક થઈ ગયું હતું. 

આ પણ જુઓ : દરેક જિલ્લામાં અભિપ્રાયો લીધા બાદ સ્કૂલો શરૂ કરવા SOP નક્કી થશે

ફાયરબ્રિગેડને સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનપા દ્વારા ડ્રેનેજના કામ માટે ખાડો ખોદવાનું કામ ચાલુ હતું તે દરમિયાન બુલડોઝરથી ત્યાંથી પસાર થતી ગેસ લાઈન તૂટી જતા સ્પાર્ક થયો હતો. તે સાથે જ ફુલપ્રેશરથી ગેસ લીકેજ થતા આગ લાગી હતી. ત્યારબાદ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી બુલડોઝરને લપેટમાં થોડીવારમાં જ બુલડોઝર ભડભડ સળગી ઉઠયું હતું. તેનો ચાલક જીવ બચાવી ભાગ્યો હતો. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024