પાટણ જિલ્લાના સામાજિક અગ્રણી ભલાભાઇ દેસાઈ ના પિતાશ્રી અને જી.પં પાટણ ના દંડક દિલીપ ભાઈ દેસાઈ ના દાદા સ્વ .સરતન ભાઈ દેસાઈ નું તાજેતર માં અવસાન થયું હતું
પાટણ તાલુકાના ભદ્રાડા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં રહેતા રાજકીય અને સામાજિક અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના પૂર્વ ઉપાધ્યક્ષ તેમજ ભદ્રાડા ગામના માજી સરપંચ દેસાઈ ભલાભાઇ સરતનભાઇ ના પિતાશ્રી સ્વ.સરતન ભાઈ બબાભાઈ દેસાઈ ગત તારીખ 27. 9 .2024 ના રોજ દેવલોક પામ્યા હતા. આજરોજ સ્વ .સરતનભાઈ દેસાઈ નું બેસણું પાટણના ખોડાભા હોલ ખાતે રાખવામાં આવ્યું હતું .જેમાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર , પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર , પ્રદેશ ભાજપ ના અગ્રણી નંદાજી ઠાકોર ,પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ,પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ ,અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ , જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ,પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ , પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ ,પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ નગરપાલિકાના નગરસેવકો તેમજ અન્ય રાજકીય અને સામાજિક અગ્રણીઓ ,દેસાઈ સમાજના અગ્રણીઓ સહિત અન્ય લોકો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ સરતનભાઈ બબાભાઈ દેસાઈ ને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા.



