સંજેલી થી વાયા સુલિયાત થઈ મુખ્ય ગોધરા તરફ જતા માર્ગ ઉપર આશરે સંજેલી થી બે કિલોમીટર દૂર રાખ્યા નદી ની આગળ પુલિયા પાસે ગત રાત્રિએ ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું થયુ મોત.
અકસ્માત કરનાર ડમ્પર ચાલક પોતાનું વાહન છોડી થયો ફરાર.
રાત્રી દરમિયાન ટેમ્પા ચાલક પોતાનું વાહન ખરાબ થયું હોઈ ટેમ્પો અને વાહન ને રીપેરીંગ કામ કરતા સમય અચાનક જ એક મોટુ ડમ્પર ઓવરલોડ રેતી ભરી લઈને આવીને ચાલક દ્વારા અચાનક જ ટેમ્પા ની સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં ટેમ્પોચાલક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ત્યારે રાત્રી દરમિયાન મુખ્ય રસ્તો અકસ્માતના કારણે બંધ થઈ ગયો હતો અને અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ અકસ્માતમાં સિકંદર ભાઈ રહે ગોધરા આશરે ઉમર 40 વર્ષ જેમનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું . ત્યારે મૃત વ્યક્તિને સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર પીએમ ની કાર્યવાહી માટે લાવવામાં આવ્યો હતો . તેમજ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી તેમજ રસ્તો ખુલ્લો કરવા ની કામગીરી પણ શરૂ કરી દેવાઈ હતી.